Home> Entertainment
Advertisement
Prev
Next

સડક 2 બનાવવા માટે ચાલી રહી છે તડામાર તૈયારી, લેવાયો મોટો નિર્ણય

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ ફરી એક વખત પોતાની નવી ફિલ્મોથી સક્રિય થઈ રહ્યા છે

સડક 2 બનાવવા માટે ચાલી રહી છે તડામાર તૈયારી, લેવાયો મોટો નિર્ણય

મુંબઈ : 1991માં રિલીઝ થયેલી સંજય દત્ત અને પૂજા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘સડક'ની હવે સીક્વલ બનવા જઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ ડેટ મેકર્સ દ્વારા ફાઇનલ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 'સડક 2'માં મૂળ ફિલ્મના કલાકાર સંજય દત્તનો પણ ખાસ રોલ હશે.  ‘સડક 2' આવતા વર્ષે 15મી નવેમ્બરે રિલીઝ થશે. મહેશ ભટ્ટ લગભગ બે દાયકા બાદ ડિરેક્શન કરી રહ્યા છે. ' સડક 2' માં આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. 

હાઇલા! સલમાનને કદાચ મળી જીવનને બદલી નાખતી ઓફર

મળતી માહિતી પ્રમાણે એક રિપોર્ટ અનુસાર સડક ફિલ્મનું હીટ ગીત તુમ્હે અપના બનાને કી કસમ ગીતને સિક્વલમાં પણ લેવામાં આવ્યું છે. સડક ફિલ્મના જ ગીતને ફરી રિક્રેટ કરવાનું કામ નવું નથી. અગાઉ પણ આ ગીત ફિલ્મ હેટ સ્ટોરી-3માં રિક્રિએટ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 2017માં આવી હતી. 

પોતાની કરિયરમાં આલિયા ભટ્ટ પ્રથમ વખત પિતા મહેશ ભટ્ટ સાથે કામ કરી રહી છે. આ સિવાય એવું પ્રથમ વખત બનશે કે આલિયા તેની બેન પૂજા ભટ્ટ સાથે સ્ક્રિન શેર કરશે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ એ વાત સ્વીકારી હતી કે, તે પિતા સાથે કામ કરવા બાબતે થોડી નર્વસ છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More